GMCS Boys Alumni Association દ્વારા સુરત મેડિકલ કોલેજને સ્પોર્ટ્સ ના સાધનો અર્પણ કરાયા
નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજ મા પ્રજાસત્તાક દિન ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.જેમાં ડોક્ટર્સ, નર્સ વિદ્યાર્થીઓ ,કર્મચારીઓ મોટીસંખ્યામાં જોડાયા.
આ સમારોહમાં GMCS Boys Alumni Association ના પ્રમુખ ડૉ. વિનેશ શાહ અતિથિ વિશેષ તરીકે તેમજ અન્ય કારોબારી સભ્યો ડૉ રાજીવ પ્રધાન, ડૉ ફિરોઝ ખાન, ડૉ રજની પટેલ, ડૉ હિરેન મકવાણા,
ડૉ પ્રણવ દવે, ડૉ પરેશ ચાંદ ગારા, ડૉ નિહાલ પટેલ, ડૉ મયુર જરગ, ડૉ વિપુલ ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને
ડીન ડૉ રૂતંભરા, તબીબ અધિક્ષક ડૉ ગણેશ ગોવેકાર, ડૉ વાજપેયી ની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ના સાધનો અર્પિત કરવામાં આવ્યા હતા જેમાં
ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબૉલ, ટેબલટેનિસ, બેડમિંટન, કેરમ, ચેસ, ફૂટબોલ નાં સઘળા સાધનો આપવામાંઆવ્યા. પ્રમુખ ડૉ વિનેશ શાહે પોતાના વક્તવ્યમાં
બલિદાન અને યોગદાન ને દેશ સેવા અને સમાજ સેવા માટે શ્રેષ્ઠ દાન ગણાવ્યું અને આ પ્રેરણા સ્ત્રોત ને ધ્યાન મા લઈને GMCS Boys Alumni Association દ્વારા સોપાન ના પહેલા પગથિયા રૂપે વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક રીતે મજબૂત કરવાના હેતુથી સ્પોર્ટ્સ ના સાધનો અર્પણ કરવામાં આવ્યા છે અને આવા યોગદાન ભવિષ્યમાં પણ કરવામાં આવશે. આ યોગદાન બદલ ડીન, તબીબી અધિક્ષક શ્રી એ GMCS Boys Alumni Association નો આભાર માન્યો હતો